🌷 *વાસંતી વધામણાં*🌷
પર્ણ ઓછા ને ફૂલ જાજા,
જુઓ ને લચી પડ્યો આ કેસુડો...
આંખો થી જોવાય,પણ આંખ માં ના સમાય,
રંગ એવો કંઈક ભરી જાય, આ કેસુડો...
રંગે રાતો,ને મદમાતો,
એના રંગે રગી જાય,આ કેસુડો...
ડાળે થી તોડ્યું,જરા એક ફૂલ,
હૃદયે વસી જાય,આ કેસુડો...
તમને ફાગણ નાં ફાગ મુબારક.....🌸🌸🌸