*પપ્પાનું ઘર....*
- દરેક પરિણીતાના હાંશનું સરનામું છે પપ્પાનું ઘર
- થોડા દિવસ સવારે પાંચની જગ્યાએ આઠ વાગે આરામથી ઉઠવાની સગવડ છે પપ્પાનું ઘર
- કોને કેવું લાગશે ? એ વિચાર્યા વગર મનમાં આવે તે બોલી જવાની છૂટ છે પપ્પાનું ઘર
- દરેકની ડિમાન્ડ પૂરી કરનાર માંટે બિન્દાસ ડિમાન્ડ કરવાની સવલત છે પપ્પાનું ઘર
- બાળકોના વેકેશનનું તો બહાનું પણ આખરતો પોતાનું બાળપણ ફરી જીવવાનું નિમિત્ત છે પપ્પાનું ઘર
- કેટલાય સંધરેલા સ્વપનાઓને ફરી એક વાર માણવાનો અવસર છે પપ્પાનું ઘર
- ર્હદયમાં ઉઠેલા અને કોઇને ન પૂછેલા પ્રશ્નોનો જવાબ છે પપ્પાનું ઘર
- છોડ્યા પછી પણ કયારેય પારકું ન થઇ શકેલું પોતાનું વ્હાલુ વતન છે પપ્પાનું ઘર
- આખરે તો મમ્મીની માનીતી પપ્પાની પ્રિન્સેસ તરીકે ફરી એકવાર જીવવાનું ઠેકાણું છે પપ્પાનું ઘર દરેક લાડકી દીકરી ઓ ને સમર્પિત