જીગર ને જાગવું છે, આંખ ને મીંચાઈ જાવું છે.
ભ્રમર ને ખેલવું છે, પુષ્પ ને બીડાઈ જાવું છે...
નયન ને અશ્રુઓ ના રંગ માં રંગાઈ જાવું છે,
કિનારા ને હવે સાગર મહીં ખોવાઇ જાવું છે..
બહુ સમજી વિચારીને કરે છે મૂલ્ય મોતી ના,
પારખનારા ને ખુદ રત્ન થઈ પરખાઈ જાવું છે...
નહીતો આમ ના કઈ તીર વરસાવે નયન મારાં,
મને લાગે છે મારા પાપ ને ધોવાઈ જાવું છે....
હમેશા પહેલ થાય છે પ્રણય કેરી પુષ્પ ધારા,
તારી સાથે લતાઓ ને જ વીંટળાઈ જાવું છે...
ભલા શું ! હાથતાળી માં જ પૂરું થશે આ જીવન,
અમારે ગોતવા છે, આપને સંતાઈ જાવું છે....
તમારે મન તિમિર થઈ રૂંધવા છે "પુષ્પ",
અમારે ચાંદની થઈ બધે પથરાઈ જાવું છે....
-----Ridj..