મારે તો હવે બસ શિવના શરણે જાવું;
રાત દિવસ મન કરે શિવના ગુણ ગાઉં;
મારી બસ એક જ ઈચ્છા છે મહાદેવ કે,
તમારા મંદિર સામે હું મારૂ ઘર બનાવું;
ખોલું હું જ્યારે મારા ઘરની કોઈ બારી,
બસ સામે મહાદેવજીના દર્શન હું પાઉં;
કૈલાસ નિવાસી, કંઠે વિષ ધારી શિવા,
તમારા ચરણોમાં હું મારુ શીશ નમાવું;
શિવ શંકર તો છે દયાના સાગર "વ્યોમ"
અભિષેકમાં ભોળેનાથ હું શબ્દો ચડાવુ;
...© વિનોદ.મો.સોલંકી"વ્યોમ"
GETCO (GEB)
મુ. આદિપુર (કચ્છ)