વિજ્ઞાન શબ્દ સાંભળતા જ માનવીય વિકાસની સાથે આવેલ વિનાશ પર દ્રષ્ટિ જાય છે. નગ્ન ફરતા માનવી ગગન ચીરી મંગળ અને ચંદ્ર ની પૃષ્ટભુમી પર પોતાના યાન ઉતાર્યા છે અને બીજી બાજુ પોતાની જમીની સીમા વધારવા અનેક નવીનતમ અને વિનાશક શસ્ત્રોનો પ્રયોગ કરવા લાગ્યા છે.
ક્યારેય અણુ વૈજ્ઞાનિક એ વિચારી શક્યા ન હતા કે તેમને વિકસાવેલ અણુ એક બૉમ્બ બની કરોડો લોકોની ઝીંદગી છિન્નવી લેશે. સોનોગ્રાફી થી બાળકીને ભૃણમાં જ મારી નાખવામાં આવશે. પેગાસસ વિકસાવી અનેક લોકોની અંગત લાઈફની જાસૂસી કરવામાં આવશે. મેડિકલ ક્ષેત્રે અનેક પ્રયોગ કરી લોકોને લૂંટવામાં આવશે.
અનેક ભારતના વૈજ્ઞાનિક કમોતે મર્યા છે, તેની પાછળનું કારણ એ છે કે એ વૈજ્ઞાનિકો ભારત ને એક ઉત્તમ વિજ્ઞાનના ક્ષેત્રમાં આગળ લઈ જવા માંગતા હતા.
બસ એટલુ તો જરૂર કહીશ કે પથ્થરના હથિયારથી શિકાર કરતો નગ્ન માણસ આજે મિસાઈલ છોડી અનેક નિર્દોષ લોકોને મારી નાખે છે અને જેનું ઉદાહરણ અત્યારે ચાલુ યુદ્ધ છે. પ્રથમ વિશ્વયુદ્ધ બીજું વિશ્વયુદ્ધ, વીયેતનામનું યુદ્ધ, ભોપાલ ગેસકાંડ, ઇરાક ઈરાનનું યુદ્ધ, અફઘાનિસ્તાનનું સિવિલ વોર, ઇસ્લામિક દેશોમાં ચાલતું યુદ્ધ, આફ્રિકના દેશોમાં ચાલતા સિવિલ વોર... અનેક ઉદાહરણો તમારી અને મારી સામે છે...
મનોજ સંતોકી માનસ