જાસૂસ બનીને હંમેશાં એ મારી આસપાસ ફર્યા કરતી,
દરરોજ નવાનવા મને અંતરંગી સવાલો પૂછ્યા કરતી....
દિવસ ને રાત કેમેરાની જેમ મારી પાછળ જ હંમેશાં હોય,
કોની સાથે રહું કે કોની સાથે ફરું એના પર નજર રાખ્યા કરતી.....
યાદશક્તિ તો એની એટલી પાવરફૂલ કે વાત શું કરું,
ફોન પર કોની સાથે શું વાત કરું એની જાસૂસી કર્યા કરતી...
આંખ તો એની ચકોર ચહેરો જોઈને બધી વાત સમજી જાય,
કહ્યાં વિના મારા બધાં દર્દ ને તકલીફોને સમજ્યા કરતી....
કોઈ પણ ભૂલ થઈ જાય આપણાથી ગુસ્સો કરીને ધમકાવતી,
વાતવાતમાં નારાજ થઈને મને હંમેશાં ડરાવ્યા કરતી....
-Bhargav Jagad