Gujarati Quote in Motivational by Megha

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#WomensDay

"નારી તું નારાયણી કહે છે ગીતા પુરાણ "
" નારીને અબળા ન સમજો નારી પ્રબળા છે "

' નારી 'ભગવાને ઘડેલી મમતાની એક એવી મુરત કે, ખુદ ભગવાનને પણ માતૃપ્રેમ મેળવવા માટે આ ધરતી પર અવતાર ધરીને આવવું પડ્યું છે .પ્રેમ, કરુણા, દયા, વાત્સલ્ય ની જીવતી જાગતી મુરત એટલે નારી. કહેવાય છે કે જ્યાં નારીઓનુ સન્માન થાય છે ત્યાં દેવતાઓ નો વાસ થાય છે.
નવદુર્ગા એ નવ રસની પ્રતિકૃતિ છે. નારી હર એક ક્ષેત્ર માં આજે આગળ વધી રહી છે .આપણો દેશ પુરુષપ્રધાન દેશ છે એમા પણ આજે નારી પુરુષ સાથે કદમ મિલાવીને આગળ વધી રહી છે. ઘરની ચાર દિવાલોમાં સીમિત રહેવા નથી માંગતી .સમોવડી બની રહી છે. ઘણી જગ્યાએ હજુ પણ સ્ત્રીઓ પર અત્યાચાર, હુમલાઓ, રેપ જેવી શરમજનક ઘટના ઓ થઈ રહી છે. નારીને સશક્ત બનાવવી જોઈએ .જેથી તે પોતાનનું રક્ષણ પોતાની જાતે કરી શકે .દેશ અને દુનિયામાં ઘણી જગ્યાએ શોષણો થાય છે. જેની સામે આજે નારી અવાજ ઉઠાવતા શીખી છે. પોતાનો હક મેળવતા શીખી છે.
એજ્યુકેશન ની દ્રષ્ટિએ જોઈએ તો નારી હર એક ક્ષેત્રમાં આગળ વધી રહી છે .હરણફાળ ભરી છે. સ્પેસ માં, રિસર્ચ માં, રમતગમતમાં, ધંધામાં ,રાજકારણમાં દરેક ક્ષેત્રમાં આગળ વધી રહી છે. કુટુંબ, સમાજ, દેશ અને દુનિયાને આગળ લાવવો હોય તો નારીને ભણતર અને ગણતર આપવું જરૂરી છે. તોજ સ્વસ્થ સમાજ બનશે.
નારી એક માં, બહેન, દિકરી, પત્ની, વહુ એમ અનેક પાત્ર ભજવે છે. ઘણી જગ્યાએ આજની પરિસ્થિતિમાં નારી બાળપણ મા બાપ ના ઘરે વિતાવે છે ,યુવાની સાસરીમાં, અને ઘડપણ અનાથાશ્રમ કે પછી વૃદ્ધાશ્રમ માં વિતાવતી જોવા મળે છે . દિકરી બની માબાપને લાડ લડાવે છે .પત્ની બની પતિ ને સાથ ,સહકાર અને હુંફ આપે છે, માં બનીને બાળકને મમતા આપે છે, તેમજ તેની ઢાલ બને છે.
અનેક અરમાનો સાથે આ પૃથ્વી પર અવતાર ધરે છે. કોમતા, મૃદુતાની મુરત એવી સર્વે નારીને કોટી કોટી વંદન. ધરતીને પાવન કરતી રહે છે. જરૂર પડે માં દુર્ગા બની સંહાર પણ કરતી રહે છે.

"યાદ દેવી સર્વ ભુતેષુ શક્તિ રૂપેણ સંસ્થીતા,
નમઃસ્તસ્યે નમઃસ્તસ્યે નમો નમઃ||"

Gujarati Motivational by Megha : 111788164
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now