તસ્વીર
તસ્વીર તમારી જોઈ દિલમાં કંઈક થાય છે
તમારું શું ગયું અહીં અમારો જીવ લૂંટાય છે
એમજ જુવો પ્રીત કાંઈ નથી થાતી જગતમાં
આવો જો સામે ત્યારે ધડકન બમણી થાય છે
હાથ ફેરવી લઉં હું ખુબ નજાકત થી હવે
સુંદર ચહેરા પર લટ શાને વિખરાય છે
ભરી ભરીને પી લઉં એ અધર ના જામ ઘણા
શ્વેત દંતાવલી વચ્ચે હોઠ શાને દબાય છે
માસુમ હરણી જેવી એ આંખોની ગહેરાઈમાં
ડૂબી જાઉં 'બકુલ' અને આ ગઝલ રચાય છે
-બકુલની કલમે.. ✍️
ગઝલ
21st Feb 2022
06.30