છે કરામત એક સૂરજમા,
જાતે બળીને અજવાળુ આપી ગયો,
છે કરામત એક ફુલમા,
સુગંધ આપીને હવામાં પ્રસરી ગયું,
છે કરામત એક પાણીમાં,
અમૃત આપીને તરસ છીપાવી ગઈ,
છે કરામત એક ધરામાં,
જીવન મુકીને રહસ્ય બની ગયું,
છે કરામત એક ગગનની,
જગ્યા આપીને મુક્ત થઈ ગયું,
છે કરામત એક કવિમાં,
કલમ ઉપાડીને કાવ્ય લખાઈ ગયું...
મનોજ નાવડીયા