મોક્ષ મળશે કે નહીં જીવનમાં એ મને ખબર નથી,
જયાં સુધી જિંદગી છે ત્યાં સુધી કૃષ્ણ તારી ભક્તિ કરવી છે....
ભાગ્યમાં હશે એ મળશે એનાથી વધારે અપેક્ષા નથી,
જે મળ્યું છે એમાંથી જરૂરિયાતમંદની સેવા કરવી છે...
કંઈ પણ વસ્તુઓમાં હવે લોભ લાલસા રાખવી નથી,
આ મળેલો મનુષ્યના અવતારમાં સતકર્મો કરવા છે,
કોણ કહે છે મોક્ષ આપણને મૃત્યુ થયા પછી જ મળે છે,
મોહ માયાને મૂકીને નિસ્વાર્થ ભાવે કરેલું કાર્ય મોક્ષ છે....
ખોટો દેખાડો કરવાની કે અભિમાન રાખવું જરૂરી નથી,
સૌ કોઈને આદર આપવો ને દુઃખી નહીં કરવા એ પણ મોક્ષ છે....
ધન દોલત કે એશો આરામ મને જોઈતા નથી,
હૈ કૃષ્ણ હર જન્મમાં મને તો બસ તારો સાથ જોઈએ છે....
-Bhargav Jagad