Gujarati Quote in Thought by Mayur CHAUDHARY

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

દરિયો🌊
કેમ આકર્ષે છે નથી ખબર પણ જ્યારે જ્યારે ભીની રેતીમાં પગ મંડાય છે ત્યારે ત્યારે એક નવી શરૂઆત થાય છે.કિનારા પર પડેલા એ પગલાં જ્યારે પાછું વળી ને જોતાં એક જ લહેરમાં અદ્રશ્ય થાય છે ત્યારે એમ લાગે જાણે બધા દુઃખો ઢસડીને એ લઈ જાય છે.એ લહેરોનો ઘૂઘવાટ મનના કોલાહલને શાંત કરી જાય છે.

મને હંમેશાથી દરિયાકિનારો મારું બીજું ઘર લાગ્યો છે. ઘર એટલે થાકી હારીને આવો તો જ્યાં શાંતિ મળે,પ્રેમ મળે. દરિયો પણ આપે છે એક નવજીવન મારા મન ને. કયારેક હું ક્યાંય પણ ના મળું તો શોધજે મને તું એ દરિયાકિનારે.. હું મળીશ તને રેતીમાં ઘર બનાવતો,પગલાં પાડતો ને પછી દરિયાને અનિમેષ નિહાળતો...
પહેલો પ્રેમ છે મારા જીવનનો .. મારો એ દરિયાકિનારો .. જ્યારે જ્યારે મૂંઝાઈ જાઉ છું એની પાસે માંગુ છું જવાબ મારાં અઢળક પ્રશ્નોના..ને એ મૌન રહીને પણ બધું જ કહી જાય છે.

Gujarati Thought by Mayur CHAUDHARY : 111786175
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now