*હે હરિ..!*
💎💎💎💎💎💎💎💎💎
હાલકડોલક મારી નૈયાને પાર ઉતાર હે હરિ !
છું પથ ચૂકેલો, ભટકેલો દુઃખ અપાર હે હરિ !
ભરોસો એક તારોને હંકાર્યા જાઉં છું પ્રભુ..!
ઝંઝાવાત માયાના આવતાં વારંવાર હે.હરિ !
જીવ છું મારી ગતિ આખરે હોય પણ કેટલી,
મોહનિશામાં હું અટવાયો કર તું સવાર હે હરિ !
મનોબળ પણ ઝઝૂમીને સાવ ખલાસ થૈ જતું,
કરજે મારા ભવોભવના રોગનો ઉપચાર હે હરિ !
કોને હું પોકારું આવી છે આજે આપદાની વેળા,
તારો શરણાગત છું સ્નેહ લાવી સ્વીકાર હે હરિ !
દિશાશૂન્ય દશામાંય એક મારે આશાકિરણ હરિ,
વત્સલતા લાવી ઉરે તું જ થાને તારણહાર હે હરિ !
*ચૈતન્ય જોષી. ' દીપક '* *પોરબંદર*
🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️