બિનજરૂરી ડેટાને ડિલેટ કરીને ફોનની સફાઈ કરી શકાય ,
આ દિલમાંથી તારા યાદરૂપી ડેટાની સફાઈ કેવી રીતે કરું....?
દવા કે ડેટોલ લગાવીને શરીર પર થયેલા ઝખ્મોની સફાઈ કરી શકાય,
આ હ્રદય પર થયેલા વિશ્વાસઘાતના ઝખ્મોની સફાઈ કેવી રીતે કરું...?
સાબુ ને પાણીથી તન પર લાગેલા ધૂળ મેલની સફાઈ કરી શકાય,
આ મન પર જામેલી ઈર્ષ્યારૂપી ગંદકીને કેવી રીતે સફાઈ કેવી રીતે કરું....?
જવાબ આપીને આપણાં પર લગાવેલા ખોટા આક્ષેપોને દૂર કરી શકાય,
આ પોતાના દ્વારા બોલાયેલા ખરાબ શબ્દોની સફાઈ કેવી રીતે કરું....?
-Bhargav Jagad