ચહેરાથી આ આવરણ હટાવો તો જરા;
અમને પણ ચાંદના દિદાર કરાવો તો જરા;
ફસાયો છું હું તમારા નયનોની સૈદ-ગાહ માં,
નજરના તીર તમે આમ ન ચલાવો તો જરા;
કાયલ હતો ને છું તમારી હર એક અદાનો,
ઘાયલ કરીને પણ તમે મુસ્કુરાઓ તો જરા;
નથી છોડવાનો સાથ તમારો જન્મોજન્મ,
બસ, એકવાર તમે હાથ મીલાવો તો જરા;
"વ્યોમ" છું વરસાવીશ પ્રેમ અનરાધાર હું,
ફક્ત, તમે ચાતક જેમ બોલાવો તો જરા;
...© વિનોદ.મો.સોલંકી"વ્યોમ"
GETCO (GEB)
મુ. આદિપુર (કચ્છ)