ગઝલમાં એક સારી એવી શરૂઆત હોવી જોઈએ;
સૌ ગણગણી શકે જે એવી રજૂઆત હોવી જોઈએ;
મહેક સુકા ફૂલની ન થૈ કમ, જે હતું વર્ષોથી કિતાબમાં,
જરૂર એમાં કોઈક મહેબૂબની ઇબાદત હોવી જોઇએ;
કલ્પના તો હર કવિની હોય છે કાયમ અદ્ભૂત મિત્રો,
છતાં ગઝલમાં ક્યારેક દિલની હકીકત હોવી જોઈએ;
બસ કાજળ લગાવી આંખમાં ઘાયલ કરી શકાય નહીં,
ઘાયલ કરવા નજરમાંય થોડી નજાકત હોવી જોઈએ;
કાગળ ને કલમ લઈ હાથે ગઝલ ક્યાં લખાય "વ્યોમ" ?
બસ એ કેડીએ ડગ માંડવાની ઇજાઝત હોવી જોઈએ;
...© વિનોદ.મો.સોલંકી"વ્યોમ"
GETCO (GEB)
મુ. આદિપુર (કચ્છ)