*હું ચહું..!*
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
હું તો મારામાં રત રહું.
મારી વાત હું કોને કહું?
છું નિજાનંદમાં મસ્તને,
અંતરનો આનંદ લઉં.
છોને લોક ફાવે તે કહે,
હું તો મારી રીતે જ વહું.
મળી જાય જો મનભાવન,
સહજમાં એને હું ગ્રહું.
વસુધૈવ કુટુંબકં ગણીને,
સર્વને હું સદા સુખી ચહું.
- *ચૈતન્ય જોષી. ' દીપક '* *પોરબંદર.*
*****************,******