ફરિયાદ તારી હજારો,હજી હું સાંભળી લઉં
રડી લે મુજ અંકમાં,આંસુ તારા હું પી લઉં
બેતાબ છે મારી છાતી,હજી દર્દ સહેવાને
તારી રીસના એ મુક્કા,પ્રેમથી સહી હું લઉં
મારાં રોમેરોમમાં હજી,સ્પર્શ તારો છવાયો છે
વિરહમાં રહુ છું તારા,સદા તને ચાહી હું લઉં
તસ્વીર તારી જોઈને,હું છાતીએ લગાડું છું
હોઠ છે તરસી રહ્યા,આવ તને ચૂમી હું લઉં
ખબર છે મહોબ્બતમાં,વિરહ તો ઘણો 'બકુલ'
'કલ્પના'ને શું કહું,બોલાવ તો મળી હું લઉં
-બકુલની કલમે.. ✍️
ગઝલ
3rd Feb 2022
07.30