તને યાદ કરું એ જ સાબિતી તું પણ મને...
તને સાદ કરું એ જ સાબિતી તું પણ મને...
એકપક્ષીય પ્રેમ ના ટકી શકતો કદી જગમાં,
તને દાદ દઉં એ જ સાબિતી તું પણ મને.
સ્થાન અલગ તેથી શું? મન તો એક જ છે,
તું પૂજ્યપાદ એ જ સાબિતી તું પણ મને...
ન સમજાય તારી ગતિ આ સંસારચક્ર તણી,
ને હું સંવાદ કરું એ જ સાબિતી તું પણ મને...
પલ્લાં બેય સરખાં થશે ન્યાયકાંટો મધ્યમાં,
કદી વિષાદ કરું એ જ સાબિતી તું પણ મને...
ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.