Gujarati Quote in Poem by Umakant

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આપણા હાથની વાત નથી....

અવિચારી ને અટકાવવા આપણા વશ ની વાત નથી
માને નહી તેને મનાવવા આપણા વશ ની વાત નથી.

દર્દ નહિ, દવા ને દુઆ તો, માંગો એટલી મળશે અહી,
ભાઈ,દાઝેલા ને દઝાડવા, આપણા વશ ની વાત નથી.

ખેલાડી હોય તો ખેલ પણ ખેલીએ સામી છાતી એ,
પણ ભોળા ને ભરમાવવા આપણા વશ ની વાત નથી.

આપડી લડાઈ હોય તો લડી લઈએ છેક છેલ્લે સુધી,
ઉછીના ઝઘડા ઓરવા, આપણા વશ ની વાત નથી.

પંથ ભૂલ્યા હોય તો એને કયારેક પાછા પણ વળાય,
રખડેલ ને રસ્તે ચડાવવા, આપણા વશ ની વાત નથી.

રૂઠેલા ને રીઝવવા નો પ્રયાસ કદી નિષ્ફળ નથી જતો,
અડિયલ ટટ્ટુને અજમાવવા આપણા વશ ની વાત નથી.

આવક હોય એટલુજ આયોજન કરી ને આગળ વધુ છું,
હરખપદુડા થઈ હાથ ફેલાવવા,આપણા વશ ની વાત નથી

છો, આપણા વશ ની વાત નથી,પરંતુ છોડી કોઈ આશ નથી,
વશમાં નથી પણ વશ કરવું છે,ભલે આપણા વશ ની વાત નથી.

વિનોદ સોલંકી "મિત્ર"

Gujarati Poem by Umakant : 111782378
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now