Gujarati Quote in Motivational by Het Bhatt Mahek

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

નમસ્કાર 🙏🙏🙏
જયશ્રી કૃષ્ણ
આજ નજર સમક્ષની એક સત્ય વાત આપની સામે રજૂ કરીશ એક ગરીબ બાળકની ઈમાનદારી જો આપ સૌ મિત્રો ને ગમે તો લાઈક કરજો શેર કરજો...
તા.31.01.2022. ના રોજ જામનગર જિલ્લાના માન. શ્રી ડીપીસી દવે સાહેબ અને ડીઓ ડોડીયા સાહેબ વય કક્ષાને કારણે નિવૃત થાય છે. તેથી અમારા સમગ્ર સ્ટાફે બંને સાહેબોની વિદાય કાર્યક્રમ સેલિબ્રેશન હોટલમાં તા.28.01.2022 ના રોજ બપોરે 01:00 વાગે રાખ્યો. બંને સાહેબો સાથે અમારા સ્ટાફે આ કાર્યક્રમ ખુબ સારી રીતે મનાવ્યો. સાથે જમીને ને બધા હોટલ પરથી છુટા પડ્યા.
સેલિબ્રેશન હોટલ પાસે હું ને મારાં સ્ટાફના સભ્યો ઉભા હતા ત્યારે એક 10 થી 12 વર્ષનો એક બાળક ત્યાં આવ્યો. મેલા કપડાં હતા. પગ માં કસું પહેરવા ન હતું. ખમ્ભા પર બે નાના નાના કપડાંના ટુકડા હતા. અમને જોઈને કહે છે મારે કોઈ કામ કોઈએ છે. એટલે અમે પૂછું સુ કામ કોઈએ છે. બેન કોઈ પણ કામ હોય તો આપો મારે કામ જોઈએ છે. મે પૂછું તું ભણે છે બેટા.
બાળક - ના હું ભણતો નથી.
કેમ ભણતો નથી તું?
બાળક - કામ કરવું છે એટલે.
કેમ ઘરે કોઈ નથી કામ કરી શકે એવુ.
બાળક - ના
તારા ઘરે કોણ કોણ છે.
બાળક - હું ને મારાં દાદી.
તારા મમ્મી પપ્પા ક્યાં છે.
બાળક - તે ગુજરી ગયા છે.
બાળકનું આ વાક્ય સાંભળીને દિલ ગળગળું થઇ ગયું.
પછી અમારા ટીઆરપી અલ્પેશભાઈએ 100 રૂપિયા આપ્યા. તું ક્યાં રહે છે
બાળક - અલીયાબાડા.સાહેબ કામ કોઈએ છે.મને કામ આપો.
તારે કામ નથી કરવું આલે આ 100 રૂપિયા. ઘરે જા.
બાળક - સાહેબ મને કોઈ ભી કામ આપો હું સુ કરું.
ખુબ સમજાવવાની કોશિશ કરી પણ બાળક એક હઠ લઇ લીધી કામ આપો. બાળકને મનાવવા અમે કહ્યું. ચાલ આ સ્કૂટી સાફ કરી દે પછી તો રાજીને ને.તેને સ્કૂટી સાફ કરી.
તેને અમે જમવાનું કીધું. તો ના પાડી. જમવાનું સાથે આપવીએ તું અને તારા દાદી જમી લેજો. બાળક ના પાડે.
અલ્પેશભાઈએ બાળકને 2000 રૂપિયાની નોટ આપી ને કહ્યું તારો આખો મહિનો ચાલશે. તારે કામ નથી કરવું તું શાળાએ જઈને અભ્યાસ કર. બાળકની આંખો આંસુથી છલકાય ગઈ અને હેપતાઈ ગયો 2000 રૂપિયાની નોટ જોઈને.
બાળક - બે હાથ જોડી કહ્યું.સાહેબ મારે રૂપિયા જોતા નથી. કામ આપો તો સારુ.
પછી તે બાળકને કહ્યું. સાહેબ મને થોડું તેલ. લોટ લઇ આપો. જેથી હું ને મારાં દાદી જમી શકીએ.
બાળક એટલું નિર્દોષ હતું......
અમે એ બાળકને સ્કૂટી પર બેસાડીને કરિયાણાની દુકાને ગયા. અને તે ભાઈને કહ્યું કે આ બાળકને જે જોતું હોય તે રાશન આપી દો. આ લો 2000 રૂપિયા. બાળક રોવા લાગ્યું. પાછુ કારણ પૂછું તો જવાબ આપ્યો કે સાબ તમે આટલા બધા રૂપિયા મારી પાછળ વાપર્યા તો તમારી પાછળ સુ રહ્યું હશે. તમે હવે સુ કરશો.
બાળકને સમજાવ્યું બેટા ચિંતા ના કર. અમારી પાસે રૂપિયા છે આ તારા નસીબના હતા. મોજ કર. આંનદ કર. ખુશીથી ઘરે જા અને કાલથી શાળાએ જઈ અભ્યાસ કરજે. બાળક ખુબ ખુશ થયો. એના ચહેરા પર અનોખું સ્મિત લહેરવા લાગ્યું. અંતે કામ કરીને રાશન લીધું... આની જગ્યાએ બીજું કોઈ હોત તો...

-Het Bhatt Mahek

Gujarati Motivational by Het Bhatt Mahek : 111781711
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now