Gujarati Quote in Poem by Bhargav Jagad

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

જિંદગી એવી જીવજો કે કયારેય પણ અફસોસ ના થાય,
થોડું જતું કરવાનો ભાવ રાખશો તો કયારેય પણ દુઃખી ના થવાય...

જીવનમાં વિચારીને બોલશો તો જ પસ્તાવો ના થશે,
પ્રયત્નો એવા કરજો કે પથ્થર ઉપર પાણી ના થાય....

લોકો ગમે એ કહે પણ આપણને ખબર જ છે કે શું સાચું છે એ,
થોડું પોતાનું ધાર્યું કરશો તો જ આપણને અસંતોષ ના થાય....

થોડો અહંકાર રાખશો તો જ આ દુનિયામાં જીવાશે,
બહુ સંવેદનશીલ રહેશું તો આપણી કદર ના થાય...

જે જતું રહ્યું છે એ કયારેય પણ પાછું આવવાનું નથી,
બધું વિચાર્યા કરશું તો કયારેય પણ આગળ ના વધાય....

જે થઈ ગયું એ સાચું ને જે થવાનું છે એની ખબર નથી,
બધું માથે લઈને ફરશુ તો આ અણમોલ ક્ષણો ના જીવાય...

-Bhargav Jagad

Gujarati Poem by Bhargav Jagad : 111781451
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now