શબ્દમાં અર્થ આખો સમાયો ઘણો.
શબ્દથી અર્થ હોય છે સવાયો ઘણો.
વૈખરીના ઉચ્ચારે તાતાં તીર સમો જે,
કરી દુઃખી મનને આખરે ઘવાયો ઘણો.
પરાના ઉચ્ચારે મન પ્રફુલ્લિત કરનારો,
વેદવાણી સમી ગણી હરખાયો ઘણો.
બિંબ પ્રતિબિંબ સમા શબ્દને અર્થ હો,
અર્થ તો લાગતો રખે પડછાયો ઘણો.
નાદબ્રહ્મની સમીપ હશે એ બેસનારો,
સૂર સંગાથ થકી એ મલકાયો ઘણો.
ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.