કોઈ પાળિયાને પૂછો એની ધીંગાણાની વાતો !
હરેક શૂરો રણભૂમિમાં પણ શૌર્ય ગીત ગાતો !
તલવારની ધારે રક્ષાકવચ લોહિયાળ બન્યા,
મનની માલિપા માભોમનો મહિમા છવાતો !
ઉગમણા ને આથમણા જ હોય એના સાક્ષી,
નવવધૂને હથેળીએ એવો કેસરીયો રંગ રચાતો !
ઉપર આકાશને નીચે ધરતીનો ખોળો મખમલી,
શૂરો તો બસ એની ધૂનમાં માતાને હૈયે સમાતો !
જંગ જીતે કે જંગ હારે લડવૈયા થાકતા નવ કદી,
સૌરાષ્ટ્રમાં ગૌ-રક્ષા કાજ રક્તવર્ણો ખેલ ખેલાતો !
શિતલ માલાણી "સહજ"
જામનગર
આ મારો થોડો થોડો સરખો પ્રયાસ...🙏🏼
-શિતલ માલાણી