મેં તો મારા વિશે તમને કહી જ દીધું છે બધું,
હવે તો ખાલી સાત જન્મ સુધી સાથે રહેવાનું બાકી છે....
મેં તો મારું જીવન તારે નામ સમર્પિત કરી દીધું છે આખું,
હવે તો ખાલી સાત જન્મ સુધી સાથ નિભાવાનું બાકી છે....
મેં તો મારા સપના વિશે તમને કહી દીધું છે બધું,
હવે તો આ જન્મમાં સપના સાકાર થાય એ રાહ જોવાની બાકી છે...
મેં તો મારા જન્મો તમારા નામ કરી દીધા છે બધાં,
હવે તો ખાલી સાત જન્મ સુધી જીવવાનું બાકી છે...
મેં તો મારા તકલીફોથી તને દુર રાખવા માગું છું બધી
હવે તો બધાંજ જન્મોમાં તારી ખુશી માગવાનું બાકી છે...
-Bhargav Jagad