તારું રિસાવુંને મારે મનાવવું એ રહ્યો ક્રમ દરરોજ.
મારું રિસાવુંને તારે મનાવવું એ રહ્યો ક્રમ દરરોજ.
આમ તો નાની શી વાતમાં નારાજ તું થનારી રહી,
તોય મલમપટ્ટી કરી હરખાવું એ રહ્યો ક્રમ દરરોજ.
અનાયાસે મતભેદ કેવું રૂપ વરવું લઈને પ્રગટ થતા,
ને પછી લોહીઉકાળા પસ્તાવું એ રહ્યો ક્રમ દરરોજ.
તાલમેલની નીતિ ના દામ્પત્યને સ્પર્શી સુધ્ધાંયે વળી,
અફસોસની આગમાંહી શેકાવું એ રહ્યો ક્રમ દરરોજ.
ના ખામી નિજની કોઈને નજરે ચડતી કદીએ સહજ,
દલીલો તણી વૈતરણીમાં તરવું એ રહ્યો ક્રમ દરરોજ.
- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.