નમસ્કાર.
આપણી ગુજરાતી ભાષા અતિ સુંદર, પ્રભાવી અને શબ્દ-વૈભવ સંપન્ન ભાષા છે. એક વાત આલંકારિક રીતે વિસ્તારથી પણ કહી શકાય છે અને અતિ ટૂંકમાં અસરકારક રીતે પણ કહી શકાય છે.
આપણે એનું લાઘવ-સૌંદર્ય માણીએ.ભાષાના વૈભવ ની ઓજસ્વી તા ઓળખીએ, પીછાણીએ, ભાષા પ્રત્યે પ્રેમ દાખવીએ.
શબ્દસમૂહ માટે વપરાતા પારિભાષિક અથવા સામાસિક શબ્દો :
--------------------------------
(૧) કહી શકાય નહીં તેવું
-- અકથ્ય
(૨) પહેલાં કદી ન બન્યું
હોય તેવું
-- અભૂતપૂર્વ
(૩) વનનો હરિયાળો પ્રદેશ
-- વનસ્થલી
(૪) પ્રણયીજનોની નજરનું
મિલન
-- તારામૈત્રક
(૫) સમુદ્રમાં ઊઠતું
ઝંઝાવાતી તોફાન
-- હરિકેન
✍️...© drdhbhatt...