તમારા શહેરની વાત તો અલગ જ છે,
ક્યાં કોઈ સરનામું બતાવે છે જો,
આજે પણ લોકો ગામમાં પુછીને જોવો આપણને ઘર સુધી મુકી જશે...
તમારા શહેરની વાત જ શું થાય છે અજાણ્યા સાથે વાત પણ નહીં કરે કોઈ,
આજે પણ ગામના લોકો અજાણ્યા સાથે પણ કલાકો બેસીને પંચાત કરે....
તમારા શહેરની વાત તો કંઈક અલગ જ છે,
જયાં પોતાના કામ સાથે મતલબ રાખે ,
આજે પણ ગામના લોકો બીજાના કામને પોતાનું સમજીને ઉત્સાહભેર કરે...
તમારા શહેરની વાત તો શું થાય છે જો, બાજુમાં કોણ રહેતું હોય એ પણ ખબર નહીં હોય,
આજે પણ ગામના મોટે ભાગના લોકો પડોશીની બધી વાતની ખબર હોય....
તમારા શહેરની વાત જ કંઈક અલગ જ છે,
સારા કે નબળા પ્રસંગે એકલા જ હોય,
આજે પણ ગામના લોકો અડધી રાત્રે બોલાવે ત્યાં તરત જ હાજર થઈ જાય....
તમારા શહેરની વાત શું થાય છે જો, તહેવારોમાં કંઈક ખાસ મજા નહીં આવે,
આજે પણ ગામના લોકો બધાં તહેવારોને બધાં ભેગા થઈને ધામધૂમથી ઉજવણી કરે...
-Bhargav Jagad