જો એક અક્ષરમાં તારું વર્ણન કરું તો,
શબ્દોના મહેલને પણ તને જોવાની તરસ લાગે...
જો એક અક્ષરમાં તારું મહત્વ કહું તો,
શબ્દોના મહેલને પણ તને પામવાની આશ જાગે...
જો એક અક્ષરમાં તારી નિખાલસતા બતાવું તો,
શબ્દોના મહેલને પણ તને ચાહવાની ચાહ લાગે...
જો એક અક્ષરમાં તારી હિંમતને વર્ણવું તો,
શબ્દોના મહેલને પણ તને મળવાની ઈચ્છા જાગે...
જો એક અક્ષરમાં તારો ગુસ્સો બતાવું તો,
શબ્દોના મહેલ પણ તારી શાનથી દૂર ભાગે....
જો એક અક્ષરનો ઉમેરો કરો તારા વખાણ કરવા માટે તો,
શબ્દોના મહેલની શોભા પણ તારા આગળ ઝાંખી લાગે.....
જો એક અક્ષરમાં તારી મહાનતાને શણગારું તો,
શબ્દોના મહેલને પણ નથી તારાથી જલન થવા લાગે....
-Bhargav Jagad