હરસ્થળ, હરપળ હરિ હોય વાસ તારો.
તને પામવાનો અવિરત હો પ્રયાસ મારો.
કરુણાનિધાન, કૃપાળુ સ્વભાવ હરિ તારો,
સત્યને શોધવા કાજે હો અભ્યાસ મારો.
ના થઈ શકતો પ્રતિઉપકાર હરિવર તારો,
આખરે પરમપિતા તું છો બહુ ખાસ મારો.
સદવિચારોમાં સતત મહાલું આભાર તારો,
તારા સાન્નિધ્ય,સામીપ્યનો અવકાશ મારો.
ભલે રહ્યો માયાગ્રસ્ત પાતકી તોયે હું તારો,
કર કરુણા કેશવ સ્વીકાર અનાયાસ મારો.
ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.