Gujarati Quote in Poem by Bhargav Jagad

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

લખું છું હું ગુજરાતી, બોલું છું હું ગુજરાતી ,
શીખવવા વગર સૌને આવડી એવી ભાષા છે ગુજરાતી.....

મીઠાઈ હોય કે પછી નમકીન બધાંમાં પહેલો નંબરે,
ખાવાના જબરા શોખીન હોય છે આપણાં ગુજરાતી....!

ગાંધી હોય કે પછી મોદી બધાની જન્મભૂમિ છે ગુજરાત,
બધાની વાત થાય પણ કયારેય વાત નહીં થાય એ છે ગુજરાતી....!

હોટલમાં ટ્રીપ આપે ને શાકભાજી વાળા સાથે ભાવતોલ કરે,
ખરીદી કરીને ફરી બદલાવા જાય એવા છે આપણા ગુજરાતી.....!

ગરબા રમવાનો ભારે શોખ છે અહીંના ગુજરાતીઓને,
ગરબાની તૈયારી મહિના પહેલાં ચાલુ કરી દેય એવા છે ગુજરાતી....!

દેશ વિદેશમાં ફરી આવે પણ કયારેય નહીં બદલાઈ,
રહું છું ગુજરાતમાંને, ગર્વથી કહું હું છું ગુજરાતી....!

-Bhargav Jagad

Gujarati Poem by Bhargav Jagad : 111779658
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now