હતો હું સૂતો પારણે પુત્ર નાનો,
રડું છેક તો રાખતું કોણ છાનો,
મને દુઃખી દેખી દુઃખી કોણ થાતું,
મહા હેતવાળી દયાળી જ મા તું.
ભીને પોઢી પોતે સૂકામાં સુવાડે મને
પીડા પામું પંડે તજે સ્વાદ તો તે
મારા સુખ માટે કટુ કોણ ખાતું,
મહા હેતવાળી દયાળી જ મા તું.
લઈ છાતી સાથે મને બચી કોણ લેતું,
તજી તાજું ખાજું મને કોણ દેતું
મને કોણ મુખે મીઠા ગીત ગાતું,
મહા હેતવાળી દયાળી જ મા તું.
પડું કે ખડું તો ખમા આણી વાણી,
પડે પાંપણે પ્રેમનાં પૂર પાણી,
પછી કોણ પોતાનું દૂધ પાતું,
મહા હેતવાળી દયાળી જ મા તું.
કવિ દલપતરામ..... ની જયંતિ નિમિત્તે શુભેચ્છા ઓ 💐🙏🙏🙏