ડિલીટ
કોશાએ પિકચર્સ ડિલીટ કરવા સિલેકટ કર્યા અને ડિલીટ પર ક્લિક કર્યું ત્યાં જ ફોનની સ્ક્રીન પર આવ્યું, “ Are you sure you want to delete these phots, these photos will be deleted permanently? “
આ જોતાં જ તે બોલી ઉઠી, “કાશ, આવી જ સરળતાથી લોકોને પણ જીવનમાંથી ડિલીટ કરી શકાય તો જીવવું ઘણું સરળ થઇ જાત”.
-મોનિકા તન્ના
(શબ્દયાત્રા)