પર્યાય
પર્યાય અર્થાત વિકલ્પ ..આજે જીવન માં માણસો દરેક ચીજ નો વિકલ્પ શોધી લે છે . હા ...આ બધા નો પર્યાય છે હાલ નાં આધુનિક યુગ માં ..પણ માણસ પર્યાય ની શોધ માં ભટકતો રહે છે .અને મેળવી ને પણ તરસ્યો રહે છે .શા માટે...કારણ કે એને પર્યાય નો બીજો બીજો છેડો જોયો કે અનુભવ્યો નથી.
હકીકત માં પર્યાય નો કોઈ અંત નથી.આજે કંઇક હશે અને કાલ એ કંઇક બીજું હશે. આ નાશવંત જગત માં જોવા મળતા અને મનુષ્ય હરક્ષણે ઝંખે છે એ પર્યાય નો પુરક ક્યાં છે .. આ બાબતે ઘણી બધી ફિલસુફી હાલ ઉપલબ્ધ હશે.પણ અનુભવે જે સમજાય છે એ સત્ય ની વધુ નજીક હોઈ છે .જે બાળકો અનાથ હોઈ છે તે માતાપિતા ની હૂફ બીજા બાળકો અને આસપાસ નાં વડીલો માં શોધે છે, જયારે બાળક વિના નાં માતાપિતા એ અન્ય બાળકો ને પ્રેમ આપી પોતાને સંતુષ્ટ માને છે ..
ખરેખર જો સમજવા જઈએ તો પર્યાય અર્થાત વિકલ્પ બાહ્ય નહિ આંતરિક છે અંતકરણ થી પૂર્ણ થયેલા ને બાહ્ય વિકલ્પોની જરૂર રહેતી નથી. એ બાહ્ય તૃષ્ણા ને બાદ માં છીપવાવની જરૂર રહેતી નથી.
મનુષ્ય ન એ ઈશ્વરે બાહ્ય અને આંતરિક જગતે આપેલ છે ...બસ.આ આંતરિક જગત આ અધુરપ ને પૂર્ણ કરવા સક્ષમ છે .મન નો નિષેધ થવાથી ત્યાં પોહચી શકાય છે .ત્યારબાદ આંતરિક શક્તિઓ કામે લાગે છે અને એક બાદ એક રહસ્યો ખુલતા જાય છે .જે અંતકરણ માં વસેલા ઈશ્વર ને તમારી સમક્ષ હાજર કરે છે .અંતે તેનો ભેટો થતાં એ ફક્ત ને ફક્ત તમારા માટે જ કાર્ય કરે છે .જે પર્યાય ની શ્રેણી જ હમેશ માટે ખતમ કરી નાખે છે .પછી વ્યક્તિ કોઈ વસ્તુ,વ્યક્તિ કે પરિસ્થિતિ નો મોહતાજ રેહતો નથી. એ પરિપૂર્ણતા જ વ્યક્તિ ને અધુરપ નાં તમામ બંધનો થી મુક્ત કરી એક સાશ્વત દિશા માં લઇ જાય છે ...