હું તો શોધતો હતો એને મારી પ્રેમભરી આંખોથી,
આજે એ મારી આંખોના આંસુ બનીને વહે છે....
હું તો ખુશ હતો એને મારી આંખો સામે હસતી જોઈને,
આજે એ મારી આંખોને હંમેશને માટે ભીની કરી ગઈ છે....
હું તો કોશિશ એવી કરતો હતો એની આંખોમાં આંસુ નહીં આવે,
આજે એ મારી જિંદગીભરનું આંસુ આપી ગઈ છે...
હું તો જોતો હતો રંગીન સપનાં એની સાથે જીવન વિતાવાના,
આજે એ મારી સપનાને તોડીને જતી રહી છે....
-Bhargav Jagad