કરગ્રહી ગુલાબ આવ્યાં તમે.
આખ્ખેઆખી વસંત લાવ્યાં તમે.
સ્વાગત તમારું કોકિલ ટહૂકે,
નયન મિલાપે ઓષ્ઠ મલકાવ્યા તમે.
પરિમલ પુષ્પની પ્રસરતી રહી,
સ્થળકાળનું શાનભાન ભૂલાવ્યાં તમે.
હરખી રહ્યું હૈયું તવાગમને કેવુ!
ચોસઠ રોમેરોમ સહજ પુલકાવ્યાં તમે.
હરાઈ ગયું મન હતું મુજ વશમાં,
મદન સંગાથે રખેને આજે ફાવ્યાં તમે.
- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.