મારે પતંગની જેમ ઊંચી ઉડાન ભરવું છે,
મારે પતંગની જેમ ગગનમાં વિહરવું છે....
જેમ પતંગ કોઈ ચિંતા વગર આનંદથી ઝુમી ઉઠે છે
એમ મારે પતંગની જેમ ઉલ્લાસથી જીવન જીવવું છે,
જેમ પતંગની દોરને થોડી ઢીલ આપો તો મસ્ત લહેરાશે,
મારે પતંગની જેમ જીવનમાં બંધન વગર ઢીલ ધરવું છે....
જેમ પતંગ મજબૂત દોરની કિન્નાથી બંધાયેલો છે,
એમ મારે જિંદગીમાં પ્રભુ સંગ વિશ્વાસથી બંધાવું છે...
જેમ પતંગથી ભરેલું આકાશ સૌને રંગીન લાગે છે,
એમ મારે જિંદગીની સફર એક અલગ મુકામ આપવું છે...
-Bhargav Jagad