આજના લોહરીના પંજાબના તહેવાર નિમિત્તે સમગ્ર રાજપૂત યોદ્ધઆ દુલ્લા ભાટીને શત શત નમન જેઓના માનમાં આજે આખું ઉત્તર ભારત મન મૂકીને નાચગાન કરશે.
👉 આજના દિવસે બે બ્રાહ્મણ છોકરીઓ સુંદરી-મુંદરીને અકબરે લાહોરના ગુલામ બજારમાં વેચી નાખી હતી જેઓને દુલ્લા ભાટીએ પોતાની તલવારથી છોડાવી અને તેમના લગ્ન બ્રાહ્મણ છોકરાઓ સાથે કરાવી અને તેઓને મુક્તિ અપાવી હતી.
👉 દુલ્લા ભટ્ટી નામનો મુસ્લિમ રાજપૂત ઘરાનામાં પેદા થયેલો જેના આગળના દાદા-પિતાજીએ મુસ્લિમ હોવા છતાં પોતાનો રાજપૂત ધર્મ ના છોડ્યો અને મુગલ અને જેહાદીઓ સામે પોતાનું માથું ના ઝુકાવ્યું.
👉 દુલ્લા ભટ્ટીના ગામને ખુશ કરવા અકબરે પોતાના પુત્ર શેખુ ( જહાંગીર ) ને આ દુલ્લા ભટ્ટીની રાજપૂત માતાનું દૂધ પિરવરાવી અને રાજપૂતોને ખુશ કરવાનો કારસો ઘડ્યો અને દુલ્લાને મદ્રેસામાં મુકાવડાવી દીધો.
👉 મદ્રેસાનું જેહાદી જ્ઞાન સહન ના થતા દુલ્લા એ અવાજ ઉઠાવ્યો અને મુલ્લાએ એને ખુબ માર માર્યો અને દુલ્લાએ ભણવાનું છોડી અને શસ્ત્રવિદ્યા શીખ્યો જ્યાં એક વાર એક છોકરીએ એને ટોણો માર્યો કે,
"...તારા બાપ દાદાને અકબરે મારીને કિલ્લાના દરવાજે લટકાવી દીધા હતા ગુલેલ મારવા હોય તો ગામની છોકરીઓને નહીં મુગલોને મારીને બતાય.."
👉 આ ટોણાને લીધે દુલાને પોતાની માં એ છુપાડેલી રાખેલા સત્યની જાણ થઇ અને મોટો બહારવટું શરુ કરી અને સમગ્ર પંજાબ-પાકિસ્તાન-ઉત્તરભારત નો રૉબિનહૂડ બન્યો.
👉 દુલ્લા ભટ્ટીને તોડવા માટે શીખ ધર્મગુરુ અર્જુન દેવ સાથે અકબરે સંધિ કરી અને અર્જુન દેવને બારી દોઆબનો મોટો માલિક બનાવી દીધો.
👉 દુલ્લા ભટ્ટીએ પોતાના બહારવટિયા બનીને સેંકડો હિન્દૂ શીખો મુસ્લિમોને ન્યાય અપાવ્યો અને સૌથી મોટો હીરો બન્યો.
👉 શીખ ધર્મ ગુરુની અકબર પાસે જમીનો લઈને ગદ્દારીને લીધે લાહોરના લડા બજારમાં પકડાઈ ગયો.
👉 ખેડૂતો-ગરીબોનો અસલી મસીહા રાજપૂત દુલા ભટ્ટી છે કોઈ શીખ ધર્મગુરુ નહીં જેણે ગદ્દારી કરીને દુલાનો સાથ છોડ્યો અને અકબરના પગે પડી ગયો.
👉 આ દુલા ભટ્ટીને જધન્યતા પૂર્વક અકબરે લાહોરના ચોકમાં બધા સામે મોત આપી.
👉 આજે પણ રાજપૂત દુલા ભટ્ટીના પરાક્રમોને યાદ કરીને હજારો પૉપ સોન્ગ્સ, મ્યુઝિક, પ્રાદેશિક ગીતોની ભરમાર લોકો માણે છે.
👉 અને દુલ્લા ભટ્ટીના પરાક્રમોને યાદ કરીને નાચગાન કરે છે.