ઉત્સાહી એ છોકરી,
ચડે છાપરે સવારથી...
ઉડે પતંગ એનો,
કેટલાંય સપનાઓ સંગ...
કરી લગ્ન તૂટ્યા સપનાંઓ એનાં,
પૂરી કરતાં જવાબદારીઓ,
સવારથી રહેતી રસોડામાં,
બનાવતી સૌનું મનભાવન,
રહી જતી એ ત્યાં જ...
માંડ પરવારે એ રસોઈ કરીને,
હજુ વિચાર્યું જ કે હું ય જાઉં,
ચગાવવાને પતંગ,
.
.
.
ત્યાં જ...
.
.
.
આવે સૌ નીચે જમવાને મનભાવન,
રહ્યાં સપનાં એનાં એની આંખોમાં જ...
.
.
.
જોઈ રહી બારીમાંથી ઉડતાં
રંગબેરંગી પતંગો અને યાદ કરે એ
પતંગને સંગ જતી એની
કેટલીય યાદો...
😢
- સ્નેહલ જાની