#પતંગ
જો તું મારો રંગ બનવા તૈયાર છે,
તો હું તારો કાગળ બનવા તૈયાર છું....
જો તું મારી કિન્ના બનવા તૈયાર છે ,
તો હું તારો "પતંગ" બનવા તૈયાર છું.
જો તું મારી દોરી બનવા તૈયાર છે,
તો હું તારી ફિરકી બનવા તૈયાર છું...
જો તું મારા માટે પવન બનવા તૈયાર છે,
તો હું તારા માટે આકાશ બનવા તૈયાર છું..
જો તું મારા માટે ગોળ જેવી મીઠાશ થવા તૈયાર છે,
તો હું તારા માટે તલના લાડુ બનવા તૈયાર છું...
જો તું મારી સંગ ચાલવા તૈયાર છે,
તો હું તારી સંગ ઊંચી ઉડાન ભરવા તૈયાર છું.....