પતંગ બનીને ઉન્નત આભે ઊડવાનું ગમે.
પતંગ બનીને વ્યોમ મધ્યે વિહરવાનું ગમે.
સંકીર્ણતાનો સંગ આજદિન લગી કર્યો,
પતંગ બનીને વિશાળતામાં પ્રસરવાનું ગમે.
સ્ટોરમાંહી રહેવું સંગસંગ આંકરું લાગે,
પતંગ બનીને મુક્તવિહાર નભે કરવાનું ગમે.
સૌના ઉત્સાહ અને આનંદની દોર બનીને,
પતંગ બનીને ઉત્સવમાં સામેલ થવાનું ગમે.
ધરા પરથી નીકળી ગગને માંડી મીટ આજે,
પતંગ બનીને આભને સંદેશ આપવાનું ગમે.
ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.