વિરાટ વ્યક્તિત્વના શણગાર તમે વિવેકાનંદ અવતાર તમે.
સંસ્કૃતિ તણા મૂર્તમંત આચાર તમે વિવેકાનંદ અવતાર તમે.
સત્યની શોધ કાજે સદાય રહ્યા જાગરુક તમે જગતમાં,
મૂલ્ય વિવર્ધન કરવાને આધાર તમે વિવેકાનંદ અવતાર તમે.
સાદગીમાં ઉન્નત વિચાર વર્તનથકી પ્રસરાવનાર નરેન્દ્રજી,
મોહક વાણી ધર્મસભામાં વદનાર તમે વિવેકાનંદ અવતાર તમે
હતી ખોજ ઈશ્વર તણી પરમહંસના શિષ્ય બનનાર તમે,
ઉમદા ચરિત્રને સદા નિર્માણ કરનાર તમે વિવેકાનંદ અવતાર તમે.
સપૂત ભારતમાતના યુવાનોને સદૈવ પ્રેરકબળ બનનાર તમે,
નાની વયમાં અધિક જીવન જીવનાર તમે વિવેકાનંદ અવતાર
તમે.
- ચૈતન્ય જોષી ' દીપક ' પોરબંદર.