પ્રાર્થનાઓ મારી સાંભળીને તારે આવવું ઘટે.
વિનંતીઓ મારી સ્વીકારીને તારે આવવું ઘટે.
તું તો સમર્થ સાંઈ છો ધારે તે કરી શકનારોને,
મને તારો નિજજન જાણીને તારે આવવું ઘટે.
કૈક તાર્યા અધમ, પાતકી એક શું હોઉં હું ભારી?
મારી દીનતા છે હરિ ઘણીને તારે આવવું ઘટે.
પતિતપાવન બિરુદ તારું સાર્થક કરવા કાજે,
તારું સ્મરણ રોમેરોમ વણીને તારે આવવું ઘટે.
આખરે છીએ માનવી અમે એટલું વિચારજો,
તું તો છે નાથ ધરમનો ધણીને તારે આવવું ઘટે.
-ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.