હવે કેવી રીતે ખીલશે આ ફાગણિયુ ફુલ વસંતમાં,
પતંગિયાએ માસ્ક પહેર્યું છે કોરોનાની બીકમાં...
હવે કેવી રીતે લહેરાશે આ ફાગણિયુ ફુલ શિયાળામાં,
ભમરાઓ સોશિયલ ડિટન્ટસ રાખ્યું છે કોરોનાના લોકડાઉનમાં...
હવે કેવી રીતે મહેકશેં આ ફાગણિયુ ફુલ આ મોસમમાં ,
પંખીઓએ સેનિટાઈઝર કર્યુ છે આ વધતા કેસમાં.....
હવે કેવી રીતે ભમશે આ ફાગણિયુ ફુલ આ વાતાવરણમાં,
માખીઓએ કોરેન્ટાઇન કર્યું છે આ તહેવારોમાં....
હવે કેવી રીતે ગીતો ગાશે આ ફાગણિયુ ફૂલ લગ્નમાં,
કોયલએ માળામાં પૂરાય ગયાં છે આ કોરોનામાં....
-Bhargav Jagad