સવારે ઉઠતાની સાથે જ તારો ચહેરો મારી નજર સામે જોઈએ છે મારે
મને તારા ઘર સુધી દોરી જા મારો હાથ પકડી ને
ગલી ના નાકે ઊભી છું ને ઘર ભૂલી ગઈ છું
તારા હોઠો પર ની મુસ્કાન બની ને તારા હોઠો પર રમવું છે મારે
ચાહે છે તું મને એ હું જાણું છું
પરંતુ હવે તારા મારા મિલન ની રાહ માં મારો સમય વિતાવું છું
તારા વગર એક એક ક્ષણ અધૂરી લાગે છે ,
આ પાનખર મા પણ વસંત ઋતુ ની યાદ આવે છે
ક્યારે તું મને મળે તારી સાથે,તારી જોડે જીવવું છે મારે
આમ તો કહેવા માટે ઘણું છે પરંતુ,
તારા હૃદય ની ધડકન બની ને તારા દિલ માં વસવું છે મારે
-Piyu Patel