સૂરજ ની ઢળતી સંઘ્યાએ બસ યાદ તારી આવી રહી છે
ક્યારે સવાર નું નવું સોનેરી કિરણ ધરતી પર પડે તેની વાટ જોવાય છે
તારી એક એક મુલાકાત યાદ આવી રહી છે
તારું હસી ને મને ગળે લગાવવું એ મીઠી પળ ભૂલાતી નથી
હું નથી કોઈ લેખક કે નથી કોઈ કવિ પરંતુ તારી યાદ જ એવી છે તારી એ લાગણી ના અહેસાસ જ એવા છે કે શબ્દો હોઠ સુધી આવી જાય છે
મને પ્રેમ છે કે નહિ એ તો નથી ખબર પરંતુ તારા વગર એક એક પળ એકલું લાગે છે
-Piyu Patel