Gujarati Quote in Poem by Bhargav Jagad

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

સમય બદલાય ગયો ને સંજોગો પણ બદલાય ગયા,
વર્ષ બદલાય ગયું ને નવું પણ વર્ષ આવી ગયું,
એક સ્ત્રીના જીવનમાં બલિદાન,ગુલામી ને શોષણ એમ જ રહ્યુ,
આજ પણ સ્ત્રીને જે મળવી જોઈએ એવી આઝાદી નહીં મળી...

નવી ટેકનોલોજી આવી ને ઘર બેઠા બધું કામ થવા લાગ્યું,
ઓનલાઈન દુનિયામાં બધું જ કામ ઝડપી થવા લાગ્યું,
એક સ્ત્રીના જીવન તો ઘરકામ,બાળકો ને પતિની પાછળ વિત્યું,
આજ પણ સ્ત્રી જે સન્માન મળ્યું જોઈએ એ નહીં જ મળ્યું....

નવા જમાના પ્રમાણે બધાં નવી વિચારસરણી અપનાવવા લાગ્યા,
વિદેશની સંસ્કૃતિને તરફ ને વધારે પૈસાના લોભ માટે બદલાવા લાગ્યા,
એક સ્ત્રીના જીવન તો રીત રિવાજ ને ઉપવાસ કરવામાંજ વિત્યું,
આજ પણ સ્ત્રીને કોઈ પણ નિર્ણય લેવાનો હક નહીં મળ્યો....

છેડતી ને બળાત્કાર થાય તેમાં પણ સ્ત્રીનેજ બધાં દોષ આપે,
તને કંઈ નહીં સમજ પડે એમ વારંવાર સૌ કોઈએ કહ્યું,
એક સ્ત્રીના જીવન બીજાને ખુશ કરવામાં જ વિતી ગયું,
આજ પણ સ્ત્રીને પોતાના પર થતાં અન્યાય સામે અવાજ ઉઠાવાનો મોકો નહીં આપ્યો....

-Bhargav Jagad

Gujarati Poem by Bhargav Jagad : 111774525
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now