આવ એવુ કે હૈયામાં બેસી જાય._
________________________
નવા વર્ષ ને આવકારૂ છુ કે એ હૈયા માં બેસી જાય, ફોરમ બની ને આવજે એવુ કે ફુલો બની વરસી જાય,
બાળપણ બની ને આવજે કે સદા એ હસતુ રમતુ જાય, જવાની ની તાજગી લઈ આવજે, પ્રગતિ ના પંથે દોડતુ જાય, ઘડપણ નો છાયડો જગત ને આપતુ જાય.
શિયાળો બની ને આવજે કે જીવન કાશ્મીર નુ સ્વર્ગ બની જાય.ઉનાળા નો કેસુડો હૈયા ને રંગી જાય,
વરસજે એવું વરસાદ માં કે કોઇ ની ફરીયાદ ના થઈ જાય,જરૂર છે તારી એટલી કે તુ સદા યાદ રહી જાય.
હોઠો પર વસી તુ બધા ની મુસ્કાન બની જાય, હૈયા ની તાજગી બની , હિમાલય જીદગી નો થઇ જાય,પાંપણો જો ભીની થઈ જાય તો ,,આંસૂ મોતી બની રહી જાય.
આવજે એવુ કે સદા હૈયા માં બેસી જાય,
જાય, જાજે એવુ કે ફરી ફરી ને આવ એવુ બધા કહી જાય.
જયવંત બગડીયા/ કવિરાજ