નવા જમાનાની અકબર બિરબલની વાર્તા:
પોષ મહિનાની કડકડતી ઠંડીમાં ,
એક વખત ભરી સભામાં એક માણસ આવ્યો,
અકબર ને કહે કે, 'હે રાજા હું દેશભરમાં ભ્રમણ કરતો કરતો તમારી પાસે આવ્યો છું ,મારી એક ચેલેન્જ છે કે મને બધીજ ભાષાઓ આવડે છે, પણ મારી માતૃભાષા કઈ તે તમારે જણાવવાનું, તમારી પાસે બિરબલ છે ને? બહુ હોશિયાર છે ને? આજે મને પણ ખબર પડી જશે કે મેં જે બિરબલ વિશે સાંભળેલું એ સાચું જ છે, જો હું ખોટો પડું તો તમારો દાસ,અને જો બિરબલ ખોટો પડ્યો તો તમારે મને દશ બિટકોઇન આપવાના, બોલો છે મંજૂર?',
અકબર:' બિરબલ ચેલેન્જ મંજૂર? '
'ઓકે ,બોસ મંજુર'
બિરબલે બધી રીતે એ માણસ ની પરીક્ષા લઈ લીધી, પણ એ માણસને ખરેખર બધી જ લેન્ગવેજ આવડતી હતી,
' જુઓ ભાઈ તમે ખરેખર બધીજ લેન્ગવેજ જાણો છે, એ અમને બધાને ખ્યાલ આવી ગયો છે, પણ તમારી માતૃભાષા જાણવા માટે મારે એક પ્રયોગ કરવાની ઈચ્છા છે, તો તમે મને એક પ્રયોગ કરવાની રજા આપશો?
' હા '
એટલે બીરબલે એના સિપાઈઓ ને ઇશારાથી કશું સમજાવ્યું,
દશેક મિનિટ નિકળી ગઇ....
પેલા માણસ ની ધીરજ ખુટવા આવી,
અને અચાનક એના માથા પર ઉપર થી ઠંડા પાણી નો વરસાદ પડ્યો,
અને પેલા એ એના મોંઢા માંથી જે વાણી કાઢી, જે વાણી કાઢી,
સાંભળી બિરબલ તો ઠીક આખી સભા બોલી ઉઠી:
' સુરતી, સુરતી, સુરતી'