Gujarati Quote in Book-Review by Kinjal Patel

Book-Review quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

અગ્નિકાન્યા

પુસ્તક : અગ્નિકન્યા

અગ્નિકન્યા, ધ્રવ ભટ્ટ દ્વારા લખવામાં આવેલ એક અદભૂત સ્ત્રીની કહાની જે કદાચ જ ભારતમાં કોઈ નહિ જણાતું હોય. ખરેખરમાં જો કહેવામાં આવે તો આ એવી એક સ્ત્રીની કહાની છે જેણે જીવનના દરેક પળે દુઃખ સહન કર્યું છે. એક એવી સ્ત્રી જેણે પૂર્ણતા મળી હતી પોતાનું બધું ગુમાવી ને. જેનો જન્મ જ સંહાર માટે થયો હતો અને એ પોતે પણ એ આગમાં જીવનભર તડપી હતી.

જેણે જીવનના દરેક પળે કૃષ્ણનો સાથ મળ્યો તો પણ એ સદાય પોતાના કર્તવ્યના પથ પર એકલી જ ચાલી હતી. એણે ફક્ત જીવનભર સુખભર્યા જીવનની કામના કરી હતી પણ એ તો જન્મથી જ એક યુદ્ધ લડી રહી હતી.

જન્મ યજ્ઞના ફળ સ્વરૂપે મળ્યો, સ્વયંવર થતાં જ પાંચ પતિઓ વચ્ચે પહેચાઈ ગઈ, ભરી સભામાં એને અપમાનિત કરવામાં આવી. એ ભારતવર્ષની સામ્રાજ્ઞીને દાસી તરીકે સંબોધવામાં આવી. આવી અનેક ઘટનાઓ આ પુસ્તકમાં વણી લેવામાં આવી છે.

એક એવી સ્રી જેણે પોતાના જ પરિવારના બધા સદસ્યોને પોતાની આંખે મારતા જોયા. વૃદ્ધથી લઈ પોતાના બાળકો સહિત બધાના મૃત્યુ એ સ્રી સહી ગઈ. એમ કહીએ તો પણ ચાલે કે એ કૃષ્ણ નહોતી પણ કૃષ્ણ એ જેટલું સહન કર્યું હતું કદાચ એટલું જ કૃષ્ણાએ પણ સહ્યું હતું.

આ પુસ્તક વાંચતા જાણે પોતે એ જીવન જીવી રહ્યા હોય એવી અનુભૂતિ ચોક્કસ પણે થશે. જેણે મહાભારત થયાનું કારણ માનવામાં આવે છે એની કહાની કંઇક જુદી રીતે જાણીને મનમાં ઘણા સવાલો ઊભા થશે અને એના જવાબ પણ આ જ પુસ્તકમાં મળશે.

- કિંજલ પટેલ "કિરા"

Gujarati Book-Review by Kinjal Patel : 111771109
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now