*વ્હાલા દીકરા-દીકરી*
પિતા :-~
*_જે દિવસે તમને લાગે કે હું ઘરડો થઈ ગયો છું*
*ત્યારે મારી સાથે થોડી ધીરજથી કામ લેજો અને મને સમજાવવા કોશિશ કરજો.*
માતા :-~
*_જમતી વખતે કપડા ખરાબ થાય કે હું અસ્તવ્યસ્ત કપડા પહેરું તો બૂમાબૂમ કરવાને બદલે યાદ રાખજો કે મેં તમને આ બધું શીખવવામાં દિવસો પસાર કર્યા હતા._*
પિતા :-~
*_સ્મ્રૃતિભંશને લીધે જો એકની એક વાત બોલ્યા કરું તો સાંભળી લેજો. તમે નાના હતા ત્યારે એક ની એક વાર્તા સાંભળવાની જીદ કરતા અને મોડી રાત સુધી જાગીને હું પ્રેમથી વાર્તા કહેતો હતો._*
માતા :-~
*_હું નિયમિત ન્હાવાનું ભૂલી જાઉં ત્યારે યાદ રાખજો કે તમે નાના હતા ત્યારે તમને નવડાવવા માટે મારે બહાના શોધવા પડતા હતા._*
પિતા :-~
*_નવા જમાનાની શોધ વિશેના મારા અજ્ઞાન પર હસશો નહીં પરંતુ મને તે સમજાવવામાં મદદ કરજો._*
પિતા :-
*_ક્યારેક હું યાદદાસ્ત ગુમાવી બેસું અને વાતચીતમાં પૂરતું ધ્યાન ન આપી શકું તો દુખી ના થશો કેમકે મારા માટે તો તમારી પાસે બેસવું એ જ મુખ્ય આનંદ હશે._*
*_ક્યારેક હું ભોજન લેવાની ના પાડું તો આગ્રહ ના કરતા કેમ કે મોટી ઉંમરે ભૂખ ઓછી થાય છે._*
*_હું અશક્ત બની જાઉં અને સરખી રીતે ચાલી ન શકું તો મેં તમને પા પા પગલી ભરતાં શીખવ્યું હતું તેરી યાદ કરીને મને હાથ પકડીને ચલાવજો._*
માતા :-
*_ક્યારેક શારીરિક કે માનસિક આ વ્યાધિને લીધે હું કહું કે મારે મરી જવું છે તો ગુસ્સો ન થતા. મારી મર્યાદાઓ અને લાચારી ને તમને કદાચ ભવિષ્યમાં સમજાશે._*
*_હું શેના માટે જીવી રહ્યો છું તે જાણીને મારી સાથે સમજીને વર્તન કરશો તો મારું દુઃખ ઓછું થશે._*
*_મને સહાય કરીને મારું જીવન પ્રેમથી પૂરું કરવામાં સહાય કરશો._*
🙏🏻🙏🏻🙏🏻જગતના સૌ દીકરા અને દીકરીઓને માતા અને પિતા તરફથી અર્પણ.